
RMCના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા
Pointers by News Desk 12-Aug-2024
- ભ્રષ્ટાચારી અધિકારીના બદલે આવેલા અધિકારી પણ લાંચિયા નીકળ્યા
- રાજકોટ મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા
- રાજકોટના એક ચીફ ફાયર ઓફિસર જેલ હવાલે છે, અને હવે ભુજથી નિમણૂંક પામેલા ચીફ ફાયર ઓફિસર લાંચના છટકામાં સપડાતા ચર્ચાનો દોર શરૂ
- ફરિયાદી ફાયર સેફ્ટી અંગેનું NOC લેવા માટે ચીફ ફાયર પાસે ગયા ત્યારે લાંચમાંગી હોવાનો આરોપ લગાવ્યા
- શું આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને હવે કાયદાનો કે નોકરી જવાનો પણ ડર નથી રહ્યો?

નવસારી અને જલાલપોર તાલુકામાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો
Pointers by News Desk 12-Aug-2024
- શહેરના ગ્રીડ રોડ, કલિયાવાડી, કબીલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા હતા
- પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા અને લોકોને હાલાકી
- ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરના શાકભાજી માર્કેટમાં ભરાયા પાણી
- વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.
- નવસારી નગરપાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા શાકભાજી વિક્ર્તાઓને હાલાકી